સ્વસ્થ શરીર જાળવવા અને સ્વસ્થ જીવન જીવવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આજના ઝડપી જીવનમાં આપણે ઘણીવાર આપણા શરીર અને આહારનું જેટલું ધ્યાન રાખવું જોઈએ તેટલું ધ્યાન રાખતા નથી.

આ પોષક તત્વોમાંથી એક વિટામિન B12 છે. ભારતીયોમાં વિટામિન B12 ની ઉણપ ખૂબ જ સામાન્ય છે.

જો તમે શાકાહારી છો તો તમે કોઈપણ દવા વિના તમારા આહારમાં આ ખોરાકનો સમાવેશ કરીને આ ઉણપને દૂર કરી શકો છો.

થાક, નબળાઈ, ચક્કર, એનિમિયા, પેટ ખરાબ થવું, એસિડિટી, પેટમાં ગેસ, હાથ અને પગમાં ઝણઝણાટ, ડિપ્રેશન વગેરે તેની ઉણપના લક્ષણો છે.

Published by: gujarati.abplive.com

શાકાહારીઓ માટે દૂધ વિટામિન B12 નો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

વધુમાં તમારા ડાયટમાં દહીં, પનીર, ચીઝ અને છાશનો સમાવેશ કરવાથી આ વિટામિન B12ની ઉણપને દૂર કરવામાં મદદ મળી શકે છે.

પાલક એક લીલા પાંદડાવાળી શાકભાજી છે. વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે ઉત્તમ છે.

વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે તમે બીટને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

Published by: gujarati.abplive.com

ગાજર વિટામિન B12થી ભરપૂર હોય છે. જો તમે શાકાહારી છો તો તમે તમારા ડાયટમાં ગાજરનો સમાવેશ કરી શકો છો.

વિટામિન B12 મેળવવા માટે તમે ફણગાવેલા તુવેરની દાળ, ચણાની દાળ અને મસૂર ખાઈ શકો છો.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો