ઘરના રસોડમાં ઉપલબ્ધ તજ સ્વાસ્થ્ય માટે વરદાન છે.

તજમાં શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે.

તજ તમને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

તેનું મર્યાદિત સેવન પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે.

કેટલાક અભ્યાસો મુજબ તજ બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રાખવામાં સહાયક બની શકે છે.

તજમાં રહેલા સંયોજનો શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરી શકે છે.

તે હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી બની શકે છે

તજ ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં મદદરૂપ થઈ શકે.

તજનું સેવન શરદી, ઉધરસ અને ગળાની સામાન્ય તકલીફમાં રાહત આપવામાં ઉપયોગી.

તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ કેટલાક ચેપ સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે.