વડીલો હંમેશા ઉનાળામાં દહીં ખાવાની સલાહ આપે છે

દહીંમાંથી બનતી લસ્સીનો આનંદ પંજાબથી લઈને આખી દુનિયાના લોકો લેતા હોય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાત્રે દહીં ખાવાથી શું થાય છે? વિજ્ઞાન તેને કેવી રીતે સમજાવે છે

તે રાત્રે ખાવાથી ફાયદો કરે છે કે નુકસાન?

દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે લિવરને સ્વસ્થ રાખે છે અને પાચનક્રિયામાં સુધારો કરે છે

દહીંમાં કેલ્શિયમ અને ટ્રિપ્ટોફન જેવા તત્વો હોય છે. આ તત્વો શરીરને રિલેક્સ કરવામાં અને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે

તે રાત્રિ દરમિયાન શરીરને ઠંડક આપે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે

તેમ છતા રાત્રે દહીં ખાવાથી કેટલાક લોકોને શરદી અને ઉધરસની સમસ્યા થઈ શકે છે

આયુર્વેદ અનુસાર, જે લોકોને સાંધાનો દુખાવો અથવા કફને લગતી સમસ્યાઓ હોય, તેમણે રાત્રે દહીં ખાવાનું ટાળવું જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો