માતા બનવું એ દરેક સ્ત્રીના જીવનની સૌથી ખાસ ક્ષણ છે.

આજના ઝડપી લાઈફસ્ટાઈલમાં ઘણી મહિલાઓ કારકિર્દી અને વ્યક્તિગત ધ્યેયોને કારણે માતા બનવામા વિલંબ કરી રહી છે.

માતૃત્વ માટે યોગ્ય ઉંમર સ્વાસ્થ્ય પર આધાર રાખે છે.

નિષ્ણાંતોના મતે 20 થી 30 વર્ષની ઉંમર ગર્ભધારણ માટે સૌથી સલામત અને કુદરતી રીતે અનુકૂળ માનવામાં આવે છે.

પરંતુ આનો અર્થ એ નથી કે 30 કે 35 વર્ષ પછી માતા બનવું જોખમી કે અશક્ય છે.

આજે લાખો સ્ત્રીઓ 35,38, અને 40 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ ગર્ભાવસ્થાનો અનુભવ કરી રહી છે.

સ્ત્રીના શરીરમાં ઉંમર વધવાની સાથે કેટલાક કુદરતી જૈવિક ફેરફારો થાય છે

35 વર્ષ પછી હાઈ બ્લડ પ્રેશર, સગર્ભાવસ્થા ડાયાબિટીસ, પ્રી-એક્લેમ્પસિયા અને અકાળ ડિલિવરી જેવી સમસ્યાઓનું જોખમ વધે છે

40 વર્ષની ઉંમર પછી કુદરતી ગર્ભધારણની શક્યતા નોંધપાત્ર રીતે ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થાનું આયોજન કરતા પહેલા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો