ટુવાલનો ઉપયોગ આપણે દરરોજ સ્નાન કર્યા પછી શરીર અને હાથ-મોં લૂછવા માટે કરીએ છીએ

પરંતુ ટુવાલને માત્ર ધોઈને રાખવો જ પૂરતો નથી, તેને યોગ્ય રીતે સૂકવવો અને સમયસર બદલવો પણ જરૂરી છે.

ભીનો કે ગંદો ટુવાલ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાથી સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે

ટુવાલનો ઉપયોગ કર્યા પછી તેને ગોળ વાળીને ન રાખવો. તેને સારી રીતે ફેલાવીને રાખવો, જેથી તેમાં રહેલી ભેજ ઝડપથી દૂર થઈ શકે.

ટુવાલ લાંબા સમય સુધી ભીનો રહે તો તેમાં બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવો વધવાની શક્યતા રહે છે.

જો ટુવાલમાંથી વાસ આવવા લાગે, તો તેને ફરીથી ઉપયોગમાં લેવાને બદલે ધોઈ લેવો જોઈએ.

વ્યક્તિગત ટુવાલ બીજાની સાથે શેર કરવાનું ટાળવું જોઈએ

ચહેરાની ત્વચા શરીરની ત્વચા કરતાં વધુ સંવેદનશીલ હોઈ શકે છે. તેથી ચહેરો અને શરીર લૂછવા માટે અલગ ટુવાલ રાખવો વધુ યોગ્ય છે.

ત્વચાની સ્વચ્છતા જાળવવા માટે ટુવાલ સ્વચ્છ અને સંપૂર્ણપણે સૂકો હોવો જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો