ડાબી બાજુ સૂવું પાચન માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા હોય તો ડાબી બાજુ સૂવાથી રાહત મળી શકે છે. પેટનું એસિડ અન્નનળીમાં પાછું આવવાની શક્યતા ઓછી રહે છે.

જમણી બાજુ સૂવાથી કેટલાક લોકોમાં એસિડ રિફ્લક્સ વધી શકે છે, તેથી જેમને વારંવાર એસિડિટી રહેતી હોય તેમણે સાવચેતી રાખવી.

જમ્યા પછી તરત સૂવું નહીં. ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા 2થી 3 કલાક પછી સૂવું વધુ સારું માનવામાં આવે છે.

આરામદાયક ઉંઘ માટે યોગ્ય ઓશીકું અને યોગ્ય મુદ્રા જરુરી છે

જો લાંબા સમયથી એસિડિટી, અપચો અથવા અન્ય પાચનની સમસ્યા રહેતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

સૂવાની સાચી સ્થિતિ અપનાવવાથી પાચન સુધરી શકે છે, ગેસ, અપચો અને એસિડિટી જેવી તકલીફોમાં પણ રાહત મળી શકે છે.

પેટના બળે સૂવાની આદત ટાળવી જોઈએ, કારણ કે તેનાથી પેટ પર દબાણ વધે છે અને પાચનની સમસ્યા થઈ શકે છે

જો કોઈ ખાસ તકલીફ કે તબીબી સ્થિતિ હોય, તો ડૉક્ટરની સલાહ મુજબ સૂવાની સ્થિતિ પસંદ કરવી જોઈએ.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો