લિવર આપણા શરીરનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ અંગ છે.



લિવર ખોરાકને પચાવવાથી લઈને એન્ઝાઇમ્સ બનાવવા સુધીની દરેક બાબતમાં મહત્વપૂર્ણ છે.



જો લિવરમાં થોડી ખામી હોય તો તે પોતાની મેળે સાજા થઈ જાય છે



પરંતુ એકવાર લિવર બીમાર થઈ જાય છે, તો તેની અસર અન્ય અંગો પર ઝડપથી જોવા મળે છે.



દારૂને લીવર માટે સૌથી વધુ હાનિકારક માનવામાં આવે છે.



ચરબીયુક્ત ખોરાક એટલે કે વધુ પડતું તળેલો ખોરાક લિવર માટે નુકસાનકારક છે.



આનાથી લીવરમાં ચરબી જમા થાય છે. જેના કારણે લિવરના કાર્ય પર પ્રતિકૂળ અસર થાય છે.



જો તમે લિવરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારે પેક્ડ જ્યુસ કોલ્ડ ડ્રિંક્સનું સેવન ટાળવું જોઈએ.



પેક્ડ ખોરાક લિવરનો મોટો દુશ્મન છે. બજારમાં મળતા પેકેજ્ડ ફૂડ્સમાં ખાંડ, મીઠું અને તેલનું પ્રમાણ ઘણું વધારે હોય છે.



બ્રેડ, મેદામાંથી બનેલી વસ્તુઓ, જંક ફૂડ લિવર માટે સૌથી ખતરનાક સાબિત થાય છે.



મીઠું પણ લિવરના મુખ્ય દુશ્મનોમાંનું એક છે. વધુ પડતું મીઠું ખાવાથી લિવરને પણ નુકસાન થાય છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો