દારૂ શરીરને અંદરથી જ ખાલી કરતું નથી, પરંતુ તમારા ખિસ્સાને પણ ખાલી કરે છે.



શું તમે જાણો છો કે તે મગજના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર કરે છે



દારૂ વધુ પડતો પીવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે.



દારૂમાં ઇથેનોલ નામનો એક ખાસ પદાર્થ હોય છે.



આ ઇથેનોલ આપણા શરીરના દરેક અંગો ખાસ કરીને આપણા મગજ સુધી પહોંચે છે.



મગજ સુધી પહોંચતા આ ઇથેનોલ આપણા મગજના તે ભાગોને અસર કરે છે જે આપણને વિચારવામાં, યાદ રાખવા અને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.



બોલવામાં, ચાલવામાં તેમજ વસ્તુઓને યાદ રાખવામાં અનેક ઘણી તકલીફો પડતી હોય છે.



વધારે દારૂ પીવાથી ઘણાં લોકો બેહોશ પણ થઇ જતા હોય છે. મગજની કેમિસ્ટ્રી બદલાવવાથી લોકોમાં ઝડપથી મૂડ સ્વિંગ થઇ જાય છે.



દારૂ પીવાના કારણે ઘણીવાર આપણને યાદ રહેતું નથી.દારૂ આપણા મગજમાં ડોપામાઈનને વધારે છે.



જ્યારે આપણે દારૂ પીએ છીએ ત્યારે આપણને સારું લાગે છે, તણાવ ઓછો થાય છે અને આપણે ખુશ અનુભવીએ છીએ.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો