ચહેરા પર વારંવાર પિમ્પલ્સ થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે

ખાસ કરીને મહિલાઓમાં પીરિયડ્સ દરમિયાન Androgens હોર્મોન વધવાને કારણે પિમ્પલ્સ થાય છે

જે લોકોની ત્વચા ઓઈલી હોય છે, તેમાં પિમ્પલ્સ થવાની શક્યતા સૌથી વધારે હોય છે

વધુ પડતો તણાવ લેવો અથવા પૂરતી ઊંઘ ન લેવાના કારણે હોર્મોન્સનું સંતુલન બગડે છે, જે પિમ્પલ્સ થવાનું મુખ્ય કારણ બને છે

વધુ પડતી ક્રીમ કે ઓઈલી મેકઅપનો ઉપયોગ કરવાથી પણ પિમ્પલ્સ થવાનું જોખમ વધી જાય છે.

વધુ પડતું જંક ફૂડ અને ગળી વસ્તુઓ ખાવાથી પણ પિમ્પલ્સ થઈ શકે છે

કેટલીક ચોક્કસ પ્રકારની દવાઓના સાઈડ ઈફેક્ટના કારણે પણ ચહેરા પર ખીલ નીકળી શકે છે

કબજિયાત અને પેટની ખરાબીની સીધી અસર ચહેરા પર પડે છે, જેનાથી પિમ્પલ્સ થાય છે

જો પિમ્પલ્સની સમસ્યા વધુ હોય, તો નિષ્ણાત Dermatologist નો સંપર્ક કરવો આવશ્યક છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો