હેડકી આવતી વખતે ડાયાફ્રામ અચાનક સંકોચાય છે.

ડાયાફ્રામ શ્વાસ લેવામાં મદદ કરતી માંસપેશી છે.

તેના સંકોચાવાથી હવા અચાનક અંદર જાય છે.

આ દરમિયાન વોકલ કોર્ડ્સ ઝડપથી બંધ થાય છે,તેના કારણે ‘હિક’ જેવી અવાજ આવે છે.

ખૂબ ઝડપથી જમવાથી હેડકી આવી શકે છે.

વધારે ખાવાથી પણ હેડકી આવી શકે છે.

પેટમાં ગેસ બનવાથી પણ હેડકીની સમસ્યા થઈ શકે છે.

અચાનક ગરમ કે ઠંડી વસ્તુ ખાવા-પીવાથી પણ હેડકી આવી શકે છે.

મોટાભાગે હેડકી થોડા સમય પછી આપમેળે બંધ થઈ જાય છે.

લાંબા સમય સુધી હેડકી ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.