જમ્યા પછી તરત સૂવાની કે પથારીમાં આડા પડવાની આદત પાચન સંબંધિત તકલીફો વધારી શકે છે.

ખોરાક ખાધા પછી શરીર પાચનની પ્રક્રિયા શરૂ કરે છે.

આ સમયે તરત સૂઈ જવાથી કેટલાક લોકોને છાતીમાં બળતરા અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યા થઈ શકે છે.

સૂઈ જવાથી પેટમાં રહેલું એસિડ ઉપરની તરફ આવવાની શક્યતા વધે છે. ખાસ કરીને મસાલેદાર ભોજન કર્યા પછી

તેથી જમ્યા પછી થોડો સમય સીધા બેસવું અથવા ઊભા રહેવું વધુ સારું માનવામાં આવે છે

જમ્યા પછી હળવી વોક કરવાથી પણ પાચન પ્રક્રિયામાં મદદ મળી શકે છે

રાત્રે જમ્યા બાદ તરત સૂવાને બદલે સામાન્ય રીતે 2થી 3 કલાકનું અંતર રાખવું વધુ સારું માનવામાં આવે છે.

જો વારંવાર છાતીમાં બળતરા, ખાટા ઓડકાર અથવા એસિડ રિફ્લક્સની સમસ્યા થતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

આ ઉપરાંત રાત્રે ભારે ખોરાક ખાવાથી બચવું જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે