ઘણા લોકો રસોડામાં બટાકા અને ડુંગળીને એક જ જગ્યાએ અથવા એક જ ટોપલીમાં રાખે છે

પરંતુ બંનેને સાથે રાખવાથી તે ઝડપથી ખરાબ થઈ શકે છે

ડુંગળીમાંથી નીકળતી ભેજ અને ગેસ બટાકાની તાજગી અને શેલ્ફ લાઇફ પર અસર કરી શકે છે.

તેના કારણે બટાકા ઝડપથી બગડવાની સાથે તેમાં અંકુર પણ ફૂટી શકે છે

બીજી તરફ, બટાકામાં રહેલ ભેજ ડુંગળી વહેલા બગાડી શકે છે

બટાકાને અંકુરિત થવાથી બચાવવા માટે તેને ઠંડી, સૂકી અને અંધારી જગ્યાએ રાખવા જોઈએ

જ્યારે ડુંગળીને પણ સૂકી અને સારી હવા આવતી-જતી હોય તેવી જગ્યાએ રાખવી જોઈએ.

બંનેને અલગ-અલગ ટોપલી અથવા કન્ટેનરમાં રાખવાથી તે લાંબા સમય સુધી તાજા રહે છે

સ્ટોર કરેલા બટાકા કે ડુંગળીમાંથી કોઈ સડેલું દેખાય તો તેને તરત જ અલગ કરી દેવું જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે