દરેક ઘરના રસોડામાં વિવિધ પ્રકારના મસાલા હોય છે, તેમા લવિંગ પણ સામેલ છે



લવિંગ ન માત્ર ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ સારુ છે



લવિંગમાં વિટામીન ઈ, વિટામીન સી, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા તત્વો સામેલ છે



પરંતુ લવિંગનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબીત થાય છે



ખાસ કરીને ઉનાળામાં વધુ પડતા લવિંગ ખાવાથી આડઅસર થઈ શકે છે



કારણ કે લવિંગની તાસીર ગરમ હોય છે



વધુ પડતા લવિંગનું સેવન કરવાથી આંતરડાના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે



પેટ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે ઉનાળામાં લવિંગનું સેવન સાવધાનીપૂર્વક કરવું



કારણ કે તેનાથા ગેસ અપચો જેવી સમસ્યા થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો