દેશમાં એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) નિવૃત્તિ ભંડોળ એકઠું કરવા માટે એક સારો વિકલ્પ છે. જે અંતર્ગત નોકરી કરતા વ્યક્તિના પગારમાંથી દર મહિને એક ભાગ જમા કરવામાં આવે છે. તમે સરળ પ્રક્રિયા દ્વારા PF ના પૈસા ઓનલાઈન ઉપાડી શકો છો. PF ઉપાડવા માટે, EPFO ના ઈ-સેવા પોર્ટલ પર જાઓ તમારા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને એકાઉન્ટ લોગિન કરો હવે ઓનલાઈન ક્લેમ સેક્શન પર જાઓ અને 'ઓનલાઈન સર્વિસ'માં ક્લેમ વિકલ્પ પસંદ કરો. આ પછી 'પ્રોસીડ ટુ ઓનલાઈન ક્લેમ' પર ક્લિક કરો હવે કારણ આપીને અન્ય વિગતો ભરો અને પાસબુક અપલોડ કરો અંતે તમને તમારા ફોન પર એક OTP મળશે, તેને દાખલ કરો અને સબમિટ કરો.