સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં બધું વાયરલ થાય છે તેવી જ રીતે ખાદ્યપદાર્થો મોટાભાગે સોશિયલ મીડિયા પર જોવા મળે છે. લોકો ખાદ્ય પદાર્થો પર ખૂબ પ્રયોગ કરે છે. જેમ કે આ વખતે ગુલાબ જામુન પિઝા છે આ વાનગીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે પિઝા એ ઇટાલિયન વાનગી છે અને ગુલાબ જામુન એ ભારતીય મીઠાઈ છે. ખબર નથી કે આ પિઝાનો સ્વાદ કેવો હશે. પરંતુ વાયરલ વીડિયો પરની કોમેન્ટ્સ જબરજસ્ત છે. એક યુઝરે લખ્યું, 'તેમાં થોડું ઝેર ઉમેરો' કોઈએ કમેન્ટ કરી, 'આ પીઝા બનાવનારને સજા થવી જોઈએ'