લગ્નમાં વરરાજાની કાર પર બધાની નજર હોય છે. લોકો આ કારને શાનદાર શણગાર સાથે લાવે છે. કાર વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવે છે જેથી વરરાજા વરઘોડો ભવ્ય લાગે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વરરાજા પોતાની ચિપ્સના પેકેટથી શણગારેલી કાર લઈને આવ્યો છે. આ કારની સજાવટ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા સોશિયલ મીડિયા પર લોકો પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 60 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે એક યુઝરે કમેન્ટ કરી કે છોકરાની કરિયાણાની દુકાન હશે.