IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે, અને તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે મોટો નિર્ણય લીધો છે.



ટીમે દક્ષિણ આફ્રિકાના ઘાતક ઓલરાઉન્ડર વિયાન મુલ્ડરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.



વિયાન મુલ્ડર આ પહેલીવાર IPLમાં રમતા જોવા મળશે, જેનાથી હૈદરાબાદની ટીમ વધુ મજબૂત બનશે.



મહત્વની વાત એ છે કે વિયાન મુલ્ડરને ઈજાગ્રસ્ત ખેલાડી બ્રેડન કાર્સના સ્થાને ટીમમાં લેવામાં આવ્યો છે.



હૈદરાબાદે બ્રેડન કાર્સને હરાજીમાં 1 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો, પરંતુ તેની ઈજાના કારણે હવે મુલ્ડરને તક મળશે.



IPL મેગા ઓક્શનમાં મુલ્ડરે 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે પોતાનું નામ નોંધાવ્યું હતું, પરંતુ શરૂઆતમાં કોઈ ટીમે તેને ખરીદ્યો નહોતો.



હવે આ ઘાતક ઓલરાઉન્ડર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મેદાનમાં ઉતરશે.



સનરાઇઝર્સ હૈદરાબાદ પોતાની IPL 2025 સીઝનની પ્રથમ મેચ 23 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે રમશે.



ક્રિકેટ ચાહકો હવે વિયાન મુલ્ડરને હૈદરાબાદ માટે મેદાનમાં ધૂમ મચાવતા જોવા માટે ઉત્સુક છે.