હોલીવુડની પોપ સ્ટાર રિહાન્ના, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની ફંકશનમાં પરફોર્મ કરવા ભારત આવી હતી 1 માર્ચની રાત્રે જામનગરમાં થયેલા ફંકશનમાં રિહાનાએ ચાર ચાંદ લગાવી દીધા હતા તેણે પોતાના પરફોર્મંસથી બધાને દિવાના બનાવ્યા હતા. રિહાન્નાના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ભારતમાં તેના અનુભવ અને અંબાણીના ફંક્શનમાં તેના શો વિશે વાત કરી રહી છે. રિહાન્નાએ મીડિયાને તેના શો વિશે જણાવ્યું કે આ શો સૌથી શ્રેષ્ઠ હતો. તેણે કહ્યું, 'હું ભારતને પ્રેમ કરું છું' રિહાન્નાએ પોતાના પરફોર્મન્સની શરૂઆત બધાને શુભેચ્છા પાઠવીને કરી અને કહ્યું કે આ અનુભવ તેના માટે ખૂબ જ ખાસ છે, કારણ કે તે પહેલા ક્યારેય ભારત આવી નથી. તેણે કહ્યું કે તે અંબાણી પરિવારના કારણે ભારત આવી છે. તેણે અનંત અને રાધિકાને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેને અહીં આમંત્રણ આપવા બદલ આભાર. અંબાણી પરિવારના તમામ મહેમાનો તેમના ગીતો પર ડાન્સ કરતા પોતાને રોકી શક્યા ન હતા. રિહાન્ના શનિવારે સવારે એરપોર્ટ પર જોવા મળી હતી. તેણે ભારતને અલવિદા કહ્યું અને ફોટોગ્રાફરો સાથે વાતચીત પણ કરી. એરપોર્ટ જતા પહેલા રિહાન્નાએ ફોટોગ્રાફર્સ અને સિક્યોરિટી સાથે ફોટા પણ પડાવ્યા હતા.