આલીશાન જીવન જીવે છે 'જવાન' એક્ટ્રેસ નયનથારા, 200 કરોડ સંપતિની છે માલિક

દક્ષિણ અભિનેત્રી નયનથારા હાલમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ને લઈને ચર્ચામાં છે.

નયનતારાને સાઉથની સૌથી મોંઘી અભિનેત્રી માનવામાં આવે છે. તેની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે.

નયનથારાએ વર્ષ 2003માં અભિનયની શરૂઆત કરી હતી. આ સાથે જ તે 'જવાન' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે.

નયનથારાની નેટવર્થની વાત કરીએ તો તે 200 કરોડથી વધુની પ્રોપર્ટીની માલિક છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર નયનથારાને ફિલ્મ 'જવાન' માટે 8 થી 11 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

અભિનેત્રી ફિલ્મોમાં અભિનય તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને તેના પ્રોડક્શન હાઉસમાંથી કમાણી કરે છે.

નયનથારાએ તેના પતિ વિગ્નેશ સાથે મળીને 'રાઉડી પિક્ચર્સ' નામનું પ્રોડક્શન હાઉસ પણ શરૂ કર્યું છે.