હિમાચલ પ્રદેશમાં, સુખવિંદર સિંહ સુખુએ રવિવારે રાજ્યના 15મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌન તહસીલના સેરા ગામના રહેવાસી સુખવિંદર સિંહ સુખુનો જન્મ 26 માર્ચ 1964ના રોજ થયો હતો. NSUI થી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનાર 58 વર્ષીય સુખવિંદર સિંહ સુખુ લગભગ છ વર્ષ સુધી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. સુખવિંદર સિંહ સુખુ આ હિમાચલ ચૂંટણીમાં કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ હતા સુખવિંદર સિંહ સુખુના પિતા રસિલ સિંહ હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન શિમલામાં ડ્રાઈવર હતા. સ . સુખવિંદર સિંહની માતા સંસાર દેવી ગૃહિણી છે. સુખવિંદર સિંહ સુખુએ પ્રારંભિક અભ્યાસથી લઈને એલએલબી સુધીનો અભ્યાસ શિમલામાં કર્યો છે. સુખવિંદર સિંહ સુખુ તેના ચાર ભાઈ-બહેનોમાં બીજા ક્રમે છે. સુખવિંદર સિંહ સુખુના લગ્ન 11 જૂન 1998ના રોજ થયા હતા, તેમની બે દીકરીઓ છે, જે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ