આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સરકારે ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કર્યું છે. આ અંતર્ગત સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ 13 થી 15 ઓગસ્ટની વચ્ચે તેમના ઘરે તિરંગો ફરકાવે. તિરંગો લહેરાવતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તિરંગો લહેરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તિરંગાનું સન્માન સર્વોપરી હોવું જોઈએ. ગંદા કે ફાટેલા ધ્વજને ક્યારેય ન ફરકાવો તિરંગો ક્યારેય ઊંધો ન લહેરાવવો જોઈએ. જ્યારે તમે ત્રિરંગો ફરકાવો છો, ત્યારે કેસરી રંગ ટોચ પર દેખાવો જોઈએ. તિરંગાની આસપાસ અન્ય કોઈ ધ્વજ તેનાથી ઊંચો ન હોવો જોઈએ, ન તો તેની બરાબરી પર હોવો જોઇએ. તિરંગાના પોલ પર બીજું કાંઈ ન મૂકવું જોઈએ. આમાં ફૂલોની માળા અને ચિહ્નનો સમાવેશ થાય છે. તિરંગો ફરકાવતી વખતે તે જમીન કે પાણીમાં ના હોવો જોઇએ. તિરંગાનો ઉપયોગ ડ્રેસ તરીકે ન કરવો જોઈએ. તમે તમારા રૂમાલ, ગાદી અથવા એવી કોઈપણ વસ્તુ પર ત્રિરંગાનો ઉપયોગ કરી શકતા નથી. તિરંગા પર કંઈ પણ લખી શકાતું નથી.