ડેટિંગ એક રોમાંચક અને ઉત્સાહજનક અનુભવ હોઇ શકે છે પરંતુ તે તણાવપૂર્ણ અને પડકારજનક પણ હોઈ શકે છે. ડેટ અગાઉ તૈયારી કરવી, યોગ્ય કપડાં પહેરવા અને ખાવા માટે યોગ્ય ઓર્ડર કરવો તમારા ડેટિંગ અનુભવને શાનદાર બનાવી શકે છે ડેટ માટે સમય અને સ્થળ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે. તે સ્થાન તમારા માટે અનુકૂળ હોય. જો તમે ખોટું સ્થળ પસંદ કરશો તો ડેટનો પ્રથમ દિવસ બગડી શકે છે ડેટની તૈયારીમાં તમારા વાળને સ્ટાઇલ કરવા, તમારા દાંત અને શરીરને સાફ કરવાનું સામેલ છે ડેટ માટે યોગ્ય કપડાં પસંદ કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા કપડાની સ્ટાઈલ તમારા વ્યક્તિત્વને દર્શાવે છે. તમારો પાર્ટનર ડેટ પ્લેસ પર પહોંચવામાં ઘણી વાર મોડો થઈ જાય છે. આવી સ્થિતિમાં ગુસ્સો વ્યક્ત ન કરો ફૂડ ઓર્ડર કરતી વખતે તમારી પસંદગી લાદશો નહીં. સામેની વ્યક્તિને પણ પૂછો કે તેને શું ગમે છે. ડેટનો અર્થ એ છે કે તમારે તમારી ભવિષ્યની યોજનાઓ વિશે ચર્ચા કરવી જોઈએ ભૂતકાળની વાત કરીને સામેની વ્યક્તિનો મૂડ બગાડવો જોઈએ નહીં. તેથી ભૂતકાળનો ઉલ્લેખ ન કરવાનો પ્રયાસ કરો પરંતુ ભવિષ્ય વિશે વાત કરો.