ભારતીય ઘરોમાં ઘી ખાન-પાનથી લઈ પૂજાપાઠમાં મહત્વની ભૂમિકા ભજવે છે



જ્યારે પણ ઘરમાં રસોઈ બને છે ત્યારે દાળને ઘીમાં જ ફ્રાઈ કરવામાં આવે છે



જો તમારા ઘરે મહેમાન આવ્યા હોય તો તેમની રોટલી પર ઘી ચોપડવામાં આવે છે



ઘીના માંગ વધુ હોવાના કારણે બજારમાં નકલી ઘી વેચાવાનું શરૂ થઈ ગયું છે



આ સ્થિતિમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવી રહ્યા છીએ જેનાથી તમે અસલી અને નકલી ઘીની ઓળખ કરી શકશો



જ્યારે પણ બજારમાંથી ઘી લાવો ત્યારે તેને હાથ પર લગાવીને જુઓ



જો તે પીગળી જાય તો મતલબ અસલી ઘી છે પરંતુ જો આવું ન થાય તો દુકાનદારને તરત પરત કરો



બે ચમચી ઘીમાં આયોડીન ઉમેરીને જુઓ. જો રંગ રિંગણી થઈ જાય તો મતલબ ઘી નકલી છે



ઘી ગરમ કર્યા બાદ તરત પિગળી જાય અને ભૂરા રંગમાં બદલાઈ જાય તો સમજી જાવ કે ઘી અસલી છે



ઘીમાં ખાંડ મેળવીને જોવા પર જો તેનો રંગ લાલ થઈ જાય તો તેમાં તેલના મિલાવટ કરવામાં આવી હોઈ શકે છે