ઘરે બનાવેલી ચિપ્સ બહાર કરતા વધુ હેલ્ધી અને શુદ્ધ હોય છે

કેળાની ચિપ્સ બનાવવા સૌથી પહેલા કાચા કેળાને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેની છાલ ઉતારી લો

કેળાની સ્લાઈસ કાપતી વખતે તેને મીઠાવાળા પાણીમાં નાખતા જાઓ, જેથી તે કાળી ન પડી જાય

એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય તેની રાહ જુઓ

હવે પાણીમાંથી સ્લાઈસ કાઢી, તેને કોરા કપડાથી લૂછી લો અને ગરમ તેલમાં નાખો

મધ્યમ આંચ પર ચિપ્સને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

તળ્યા પછી વધારાનું તેલ નિતારી લો

હવે ગરમ ચિપ્સ પર મીઠું અને મરી પાવડર ભભરાવો

ચિપ્સને લાંબો સમય સાચવવા માટે તેને હંમેશા એરટાઈટ કન્ટેનરમાં જ રાખવી

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે