આજે મોટા ભાગના ઘરોમાં નમકીનનું સેવન કરવામાં આવે છે

આ નમકીનમાં રતલામી સેવ સૌથી વધુ લોકોને પ્રીય છે

આજે આપણે રતલામી સેવ બનાવવાની રીત જાણીશું

રતલામી સેવ બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા વાસણમાં ચણાનો લોટ લો.

ચણાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. તેમાં લવિંગ અને કાળા મરી જેવા મસાલા પણ ઉમેરો.

મિશ્રણમાં થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને નરમ લોટ તૈયાર કરો.

લોટ બંધાઈ જાય પછી સેવ બનાવવાના મશીનની મદદથી તેને સીધી ગરમ તેલમાં પાડો.

સેવને મધ્યમ આંચ પર સોનેરી રંગની અને કરકરી થાય ત્યાં સુધી તળો.

સેવ બરાબર તળાઈ જાય પછી તેને બહાર કાઢો અને વધારાનું તેલ નીતરવા દો.

સેવ ઠંડી થઈ જાય પછી તેને હવાચુસ્ત ડબ્બામાં ભરીને રાખો.