કહેવાય છે ને કે સવાર સારી તો દિવસ સારો

સવારમાં કેટલીક ભૂલો કરવાથી આખો દિવસ ખરાબ જાય છે

વારંવાર એલાર્મ બંધ ન કરો, ફરી ઊંઘવાથી સુસ્તી વધી શકે છે.

ઉઠતાની સાથે જ સવારે સોશિયલ મીડિયા કે ઈમેલ ચેક કરવાથી મગજમાં વહેલો સ્ટ્રેસ પેદા થાય છે

રાતભરની ઊંઘ પછી શરીર ડીહાઈડ્રેટ થઈ જાય છે, તેથી નરણા કોઠે પાણી ન પીવાથી સુસ્તી અનુભવાય છે

નાસ્તો ન કરવાથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર ઘટે છે, જેનાથી આખો દિવસ આળસ રહે છે.

સવારે ઉઠતાં જ દિવસના કામોનું ટેન્શન લેવાથી માનસિક શાંતિ હણાઈ જાય છે.

સવારે હળવું સ્ટ્રેચિંગ કે વોક ન કરવાથી મસલ્સ અને મગજ એક્ટિવ થવામાં સમય લે છે.

ઉઠતાની સાથે ચા ન પીવી.પહેલા પાણી પીવાની આદત રાખો.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com