સોલાર પેનલ્સને વીજળી ઉત્પન્ન કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે.

આનો અર્થ એ નથી કે સોલાર પેનલો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત સમાન ઉર્જા ઉત્પાદન કરશે.

સવાર અને સાંજે ઉર્જા ઉત્પાદન ઘટે છે પરંતુ બપોર દરમિયાન જ્યારે પેનલો પર સીધો સૂર્યપ્રકાશ મેળવે છે ત્યારે તે વધે છે.

સોલાર પેનલને સીધો સૂર્યપ્રકાશ કેટલાક કલાક સુધી જ મળે છે. મહત્તમ ઇનપુટ માટે સોલાર પેનલને વધુ સૂર્યપ્રકાશની જરૂર પડે છે.

પીક સન અવર્સની વાત કરીએ તો તેનો અર્થ ફક્ત એક કલાક થાય છે જ્યારે સૂર્યપ્રકાશ સૌથી વધુ હોય છે

આ સમય દરમિયાન સોલાર પેનલ સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે.

પીક સન અવર્સની સંખ્યા સમગ્ર વિશ્વમાં બદલાય છે. ભારતમાં રાજસ્થાનમાં 6-7 કલાકનો પીક સન અનુભવ થાય છે જ્યારે યુકેમાં તે ફક્ત 2-3 કલાકનો હોય છે.

ઉત્તરી ગોળાર્ધના દેશોમાં સોલાર પેનલ્સ દક્ષિણ તરફ લગાવવામાં આવે છે જ્યારે દક્ષિણ ગોળાર્ધના દેશોમાં પેનલ ઉત્તર તરફ ઈન્ટ્રોલ કરાય છે

ઉદાહરણ તરીકે અમદાવાદમાં પેનલનો ઝુકાવ 23 ડિગ્રી હોવો જોઈએ જ્યારે ન્યૂયોર્કમાં તે લગભગ 40 ડિગ્રી હોવો જોઈએ.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો