નારિયેળ ખાવામાં આવે કે તેનું ઓઇલ લગાવવામાં આવે બંને રીતે શરીર માટે ફાયદાકારક છે.



લોકો પોતાને ફિટ રાખવા માટે નારિયેળ પાણી પીવે છે.



આ સિવાય તેઓ તેમની ત્વચાને કોમળ રાખવા માટે તેના તેલનો ઉપયોગ કરે છે.



તે મોઇશ્ચરાઇઝિંગ ગુણોથી ભરપૂર છે.



પરંતુ શું નારિયેળનું તેલ તમારી ત્વચા માટે ખરેખર સારું છે?



નિષ્ણાંતોના મતે નારિયેળ તેલના વધુ પડતા ઉપયોગથી ચહેરા પર ઘણી વખત કરચલીઓ દેખાય છે.



તેથી શરીર પર ખાસ કરીને ચહેરા પર નાળિયેર તેલનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ.



નાળિયેર તેલના ઉપયોગને ચહેરા પર પિમ્પલ્સ થવાનું મુખ્ય કારણ માને છે.



સંવેદનશીલ અને ઓઇલી ત્વચા ધરાવતા લોકોએ નાળિયેર તેલથી દૂર રહેવું જોઈએ.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો