દરેક બાળકનું વ્યક્તિત્વ મોટાભાગે તેમના ઉછેર પર આધાર રાખે છે કારણ કે માતાપિતાના દરેક નાના-નાના વર્તનની બાળકોના સ્વભાવ પર ઊંડી અસર પડે છે. અજાણતામાં વાલીઓની કેટલીક ભૂલો બાળકોને જિદ્દી બનાવી શકે છે. બાળકોની દરેક માંગ તરત પૂરી કરવાથી તેઓ સ્વાર્થી અને જિદ્દી બની શકે છે. પરંતુ તેમની માંગણીઓ ક્યારે પૂરી કરવી જોઇએ તેનું પણ ધ્યાનમાં રાખો. બાળકોને નિયમો અને શિસ્તનું મહત્વ શીખવવાની જવાબદારી માતાપિતાની છે. જ્યારે બાળકો તેમના વિચારો વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે અને તેમની અવગણના કરવામાં આવે છે ત્યારે તેઓ અસુરક્ષિત અનુભવે છે. બાળકોની લાગણીઓ અને વિચારોને સાંભળવું અને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અન્ય બાળકો સાથે વારંવાર સરખામણી કરવાથી બાળકો હીનતા અનુભવે છે. આ કારણે તેઓ પોતાની ઓળખ અને આત્મવિશ્વાસ વધારવા માટે જિદ્દી સ્વભાવ અપનાવે છે. જો બાળકોની ભૂલોને અવગણવામાં આવે તો તેઓ તેને યોગ્ય માની શકે છે ખરાબ ટેવોને વળગી રહે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો