કોરોના બાદ હવે એક નવા વાયરસે એન્ટ્રી મારી છે



ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાર બાળકોના મોત થયા છે



આ મોત ચાંદીપુરા વાયરસના કારણે થયાનો ખુલાસો થતા આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.



હોસ્પિટલોને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે



માનવામાં આવી રહ્યું છે કે આ બાળકોના મોત ચાંદીપુરા વાયરસના કારણે થયા છે



હજુ પણ ત્રણ બાળકો આ વાયરસથી સંક્રમિત છે જેની સારવાર ચાલી રહી છે



સાબરકાંઠા ડીએચઓએ કહ્યું કે લોહીના સેમ્પલને તપાસ માટે પુણે મોકલાયા છે



નોંધનીય છે કે ચાંદીપુરા વાયરસમાં તાવ જેવા લક્ષણો જોવા મળે છે



જે ધીરે ધીરે એન્સેફલાઇટિસના રૂપમાં બદલાઇ જાય છે.



તમારી આસપાસ સફાઈ રાખો, પાણીને ભરાવા ન દો, મચ્છરો અને વરસાદી કીડાથી અને માખીઓથી બચીને રહો