બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે આ વખતે પણ ચર્ચામા છવાઇ ગઇ છે. ગૉલ્ડન સ્લિટ ગાઉનમાં રિયા ચક્રવર્તી એકદમ કોઇ હૂસ્નની પરી જેવી દેખાઇ રહી છે. તાજેતરમાં જ તેણે પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે કમાલની સુંદર લાગી રહી છે. એક્ટ્રેસે આ લૉન્ગ ગાઉનમાં ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળનો લૂક કેરી કર્યો છે, તેનો લેડી બૉસ એટીટ્યૂડ કૉન્ફિડેન્સ પણ આ લૂકને વધુ બિન્દાસ બનાવી રહ્યો છે. ગ્લેમરસ લૂકની સાથે રિયા આ તસવીરોમાં મજબૂત મહિલાની ઇમેઝ બતાવતી દેખાઇ રહી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં નામ આવ્યા બાદ રિયા ચક્રવર્તી ખુબ ટ્રૉલ થઇ હતી, પરંતુ હવે તેને લોકોની વાતો પર ધ્યાન આપવાનુ બંધ કરી દીધુ છે. રિયા ચક્રવર્તી પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખુબ સ્ટાઇલિશ અવતારમાં દેખાય છે સોશિયલ મીડિયા પર રિયા ચક્રવર્તીના લાખો ફોલોઅર્સ છે. એક્ટિંગ ઉપરાંત રિયા ચક્રવર્તી મૉડેલિંગનો શોખ રાખે છે, જોકે, રિયા ચક્રવર્તી પોતાના કામથી વધુ રિલેશનશીપથી પણ ચર્ચામાં રહે છે. સોશ્યલ મીડિયા પર રિયા ચક્રવર્તીની વાપસી ખુબ હિટ રહી છે. હવે ફેન્સ તેના આ અંદાજ પર ખુબ ફિદા છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ