મુકેશ અંબાણીએ એજીએમમાં 5જીને લઈ મોટી જાહેરાત કરી છે. દિવાળી પહેલા દેશમાં 5જી લોન્ચ કરવામાં આવશે.

દિવાળી એટલે કે નવેમ્બર 2022 સુધીમાં દિલ્હી-મુંબઈમાં 5G સેવા આપવામાં આવશે. સમગ્ર દેશમાં ડિસેમ્બર 2023 પહેલા 5જી શરૂ કરાશે.

રિલાયન્સ જિયોના 5જી સ્પેક્ટ્રમનો ઉપયોગ ફિક્સ્ડ બ્રોડબેન્ડ સેવા માટે કરવામાં આવશે. રિલાયન્સ જિયો ટેલિકોમ ઉદ્યોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

Jioના 5G પછી Jio 5G દેશનું સૌથી મોટું નેટવર્ક હશે. Jio સાચી 5G સેવા સાબિત થશે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જિયો એક્સપિરિયન્સ સેન્ટર ખોલવામાં આવશે.

અંબાણીએ કહ્યું કે, યૂઝર્સ Jio નું ક્લાઉડ પીસી યૂઝ કરી શકે છે. તે એક ક્લાઉડ સ્પેસ હશે. જેને સામાન્ય યૂઝર્સથી લઈને કોમર્શિયલ યૂઝર્સ સ્પેસ ખરીદી શકશે.

આકાશ અંબાણીએ કહ્યું, સસ્તા 5G સ્માર્ટફોન પર Google સાથે કામ ચાલુ છે. 5G ની મદદથી, Jio Air Fiber સમગ્ર વીડિયો અને ગેમિંગ અનુભવને બદલશે.

આજે રિલાયન્સની 45મી એજીએમમાં મુકેશ અંબાણીએ કહ્યું, તેઓ આકાશ, ઈશા અને અનંત અંબાણીને બિઝનેસના વિવિધ સેગમેન્ટમાં મોટી જવાબદારીઓ સોંપી રહ્યા છે.

મુકેશ અંબાણીએ કહ્યું, અનંત અંબાણીનો નવા એનર્જી બિઝનેસમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે.


આકાશ અંબાણીને રિલાયન્સ જિયોની જવાબદારી આપવામાં આવી રહી છે. ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલના બિઝનેસની જવાબદારી આપવામાં આવી રહી છે.