રૂબીના દિલાઈકે ઝી ટીવીના શો 'છોટી બહુ'થી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં રાધિકાના રોલમાં રૂબીનાને લોકોએ ખૂબ પસંદ કરી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે શોબિઝમાં પ્રવેશતા પહેલા રૂબીનાએ 2 સૌંદર્ય સ્પર્ધાઓ જીતી હતી વાસ્તવમાં રૂબીના મિસ શિમલા 2006 અને મિસ નોર્થ ઈન્ડિયા 2008 રહી ચૂકી છે. 2008માં મિસ નોર્થ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર રૂબીનાએ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ઝલક દિખલા જા પહેલા રૂબીના દિલાઈક ખતરોં કે ખિલાડી 12માં જોવા મળી હતી. અલબત્ત રૂબીના ભલે આ શોની વિજેતા ન બની હોય પરંતુ તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. રૂબિના દિલાઈક બિગ બોસ 14ની વિજેતા હતી બિગ બોસની વિનર બન્યા બાદ રૂબીનાની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. બિગ બોસના ઘરમાં રૂબીનાના અંગત જીવનની પણ ખૂબ ચર્ચા થઈ હતી.