સાઉથ એક્ટ્રેસ સામંથાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે સામંથાને અનેક ઓફરો મળી રહી છે. આ જ કારણ છે કે તે હવે તેની ફી વધારવા માંગે છે. સામંથા નવી ફિલ્મો માટે પહેલા કરતા ઘણી વધુ ફી માંગી રહી છે. ટોલીવુડ ડોટ નેટના અહેવાલ મુજબ, સામંથાએ તેની ફી વધારી લીધી છે અગાઉ સામંથા ફિલ્મો માટે 3 થી 5 કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી હવે સામંથા દરેક ફિલ્મ માટે ઓછામાં ઓછા 8 કરોડ રૂપિયા ચાર્જ કરશે. અભિનેત્રીએ પુષ્પાના માત્ર એક ગીત માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. સામંથા હવે યશોદામાં જોવા મળશે, જે 11 નવેમ્બરે રિલીઝ થવાની છે. All Photo Credit: Instagram