'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નાના પડદાનો પ્રખ્યાત શો છે જે લાંબા સમયથી ચાલી રહ્યો છે. 'બબીતા જી'નું પાત્ર ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તાના પણ લાખો ચાહકો છે. મુનમુન દત્તા તેની સુંદરતા અને તેના અભિનયથી તહેલકો મચાવે છે. મુનમુન દત્તાએ વર્ષ 2005માં ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. મુનમુન દત્તા હવે કરોડોની સંપત્તિની માલીક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુનમુન એક એપિસોડ માટે 35 થી 50 હજાર રૂપિયા ચાર્જ કરે છે. પોતાના કરિયરમાં ઘણો સંઘર્ષ કર્યા બાદ મુનમુન દત્તાએ આજે પોતાની એક ઓળખ બનાવી છે. રિપોર્ટ અનુસાર મુનમુન દત્તા પાસે કુલ 14 કરોડની સંપત્તિ છે. મુનમુન દત્તા ખૂબ જ શાહી જીવન જીવે છે.