તમન્ના ભાટિયા અને વિજય વર્માના સંબંધોને લઇને ઘણા સમયથી ચર્ચા થાય છે.


બંન્ને ઘણીવાર એક સાથે જોવા મળ્યા છે.હવે તમન્ના ભાટિયાએ આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે.



નવા વર્ષ પર બંનેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ કથિત રીતે એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા.



તમન્ના ભાટિયાએ કહ્યું હતું કે 'અમે સાથે એક ફિલ્મ કરી છે. આવી અફવાઓ ચાલતી રહે છે.



તે બધાને સમજાવવું જરૂરી નથી. મારે તેના વિશે વધુ કંઈ કહેવું નથી.



તમન્નાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના લાંબા સમય વિશે પણ વાત કરી હતી.



વર્ષોથી તમન્ના ભાટિયાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.



તમન્ના ભાટિયા હવે 'લસ્ટ સ્ટોરીઝ 2'માં જોવા મળશે.



તેણીએ કહ્યું હતું કે સમય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે, મને તે ગમે છે. હું કરીના (કપૂર ખાન), તબ્બુ તરફ જોઉં છું, જેમને જોઈને હું મોટી થઈ છું



તમામ તસવીર સૌજન્યઃ tamannaahspeaks ઈન્સ્ટાગ્રામ