WhatsApp પેઇડ સબ્સ્ક્રિપ્શન મોડેલ રજૂ કરી રહ્યું છે અને આ અંગેની એક નોટિફિકેશન હવે એપમા જોવા મળી રહ્યું છે

મેસેજિંગ એપમાં આવનારા આગામી ફીચરને ટ્રેક કરતી વેબસાઇટ WaBetainfo એ આ માહિતી શેર કરી છે. પેઇડ સબ્સ્ક્રિપ્શન્સ એક વૈકલ્પિક ફીચર હશે.

Published by: gujarati.abplive.com

WaBetainfo અનુસાર, આ ફીચર પ્લે સ્ટોર પર WhatsApp બીટાના લેટેસ્ટ વર્ઝન Android 2.26.9.6 માં જોવા મળી હતી.

Published by: gujarati.abplive.com

રિપોર્ટ્સમાં નવા ફીચરના સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યા છે, જે નવા અપડેટને દર્શાવે છે.

Published by: gujarati.abplive.com

સ્ક્રીનશોટ સૂચવે છે કે યુઝરને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હેઠળ નવા ફીચર પણ પ્રાપ્ત થશે.

જેમાં એક્સક્લુઝિવ સ્ટીકરો.એકસ્ટ્રા પિન ચેટ કરવા મળશે. શિડ્યૂલ મેસેજનું ફીચર તેમાં સામેલ હશે.

વોટ્સએપ પ્લસના પ્રારંભિક તબક્કામાં નોંધાયેલા યુઝર્સ વેઇટલિસ્ટ માટે સાઇન અપ કરી શકે છે.

વેઇટલિસ્ટમાં સાઇન અપ કરવાનો અર્થ એ નથી કે જ્યારે WhatsApp સબ્સ્ક્રિપ્શન પ્લાન ઉપલબ્ધ થશે ત્યારે તેઓ આપમેળે તેના માટે પાત્ર બનશે.

એકવાર પ્લાન ઉપલબ્ધ થઈ જાય પછી એક અલગ સબ્સ્ક્રિપ્શન પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર પડશે.