અમેરિકને પોપ સિંગર મેડોનાની અદભૂત ફેન ફોલોઈંગ છે. દુનિયાભરમાં તેના ચાહકોની કોઈ કમી નથી. લોકો તેની ફિટનેસના દિવાના છે. ઈન્સ્ટાગ્રામ પર મેડોનાની તસવીરો જોઈને લોકો તેની ઉંમરનો અંદાજ લગાવવામાં કન્ફ્યુઝ થઈ જાય છે તે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. ફરી એકવાર મેડોનાએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેની બોલ્ડનેસ દેખાઈ રહી છે. આ તસવીરો દ્વારા, મેડોના ફરી એક વખત ગ્લેમરની છટા ઉમેરતી જોવા મળે છે. મેડોનાની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. સિંગર મેડોનાએ 1983 માં તેની પ્રથમ રજૂઆત પછીથી દરેક દાયકામાં ટોચના 10 આલ્બમ્સનો રેકોર્ડ-બ્રેકિંગ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. તે 1980ના દાયકાની શરૂઆતથી દરેક દાયકામાં ટોચના 200 ગીતોમાં 10 હિટ ગીતો આપનારી પ્રથમ મહિલા બની છે. તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા