બિગ બોસ OTT ફેમ ઉર્ફી જાવેદ હંમેશા પોતાના કપડાના કારણે ચર્ચામાં રહે છે. તે પોતાના ડ્રેસને લઈને એક્સપેરિમેન્ટ કરતી રહે છે ઉર્ફી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દરરોજ તેના વિચિત્ર ડ્રેસમાં તસવીરો શેર કરતી રહે છે. આ વખતે ફરી ઉર્ફીએ રિવીલિંગ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. ઉર્ફીએ ફરીથી રિવીલિંગ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ફોટા પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. ઉર્ફીનો આ લુક તેના ચાહકોને પસંદ આવી રહ્યો છે.ઉર્ફીએ લવંડર કલરનું ટોપ અને વ્હાઇટ કલરનું પેન્ટ પહેર્યું છે. ફોટો શેર કરતી વખતે ઉર્ફીએ લખ્યું- જો હું ભવિષ્યમાં જીવું છું, તો તમારો વર્તમાન મારો ભૂતકાળ છે. ઉર્ફીની તસવીરો પર તેના ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું - તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. ઉર્ફી આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.