દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને મોટી જવાબદારી મળી છે. ડુ પ્લેસિસ IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની કેપ્ટનશીપ કરતો જોવા મળશે ફાફ ડુ પ્લેસિસે વર્ષ 2013માં તેના લાંબા સમયના પાર્ટનર imari visser સાથે લગ્ન કર્યા હતા. ડુ પ્લેસિસની પત્ની imari visser વ્યવસાયે માર્કેટિંગ મેનેજર છે, જે દક્ષિણ આફ્રિકાની અગ્રણી બ્યુટી કંપની નિમુ સ્કિન ટેક્નોલોજી માટે કામ કરે છે. આ દંપતી વર્ષ 2017 માં એમિલી અને 2020માં જોય નામની પુત્રીઓના માતાપિતા બન્યા હતા Imari visserએ પ્રારંભિક શિક્ષણ યુનિસ સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં મેળવ્યું હતું અને પછી પ્રિટોરિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું ડુ પ્લેસિસે પણ વર્ષ 2012માં ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. પ્લેસિસે 2011માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે તેની IPL સફરની શરૂઆત કરી હતી. જો કે તેને ચેન્નઈ દ્વારા 1.6 કરોડ રૂપિયામાં 2018ની હરાજીમાં પાછો સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે 2021ની સીઝન સુધી ટીમ સાથે રહ્યો હતો. ડુ પ્લેસિસ IPLમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદેશી ખેલાડીઓમાંથી એક છે. IPL 2021માં CSKના ટાઇટલ જીતવાના અભિયાનમાં ડુ પ્લેસિસની ભૂમિકા હતી. ડુ પ્લેસિસે IPL 2021માં 16 મેચમાં 633 રન બનાવ્યા હતા.