હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશ મૂર્તિ સ્થાપિત કરી પૂજા કરવામાં આવે છે આ વર્ષે દિવાળીની પૂજા 12 નવેમ્બરે થશે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અને ભગવાન ગણેશને માતા લક્ષ્મીના દત્તક પુત્ર માનવામાં આવે છે. તેથી માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. બંને એકસાથે પૂજન કરવાથી કૃપા બની રહે છે અને ઘરમાં બરકત રહે છે.