સ્કૂલ બસો ઘણીવાર પીળા કલરમાં જોવા મળે છે. દરેક રંગની પોતાની વિશિષ્ટ ગુણવત્તા હોય છે લાલ પછી પીળો એકમાત્ર એવો રંગ છે જે દૂરથી સરળતાથી જોઈ શકાય છે. લાલ રંગનો ઉપયોગ પહેલાથી જ જોખમના સૂચક તરીકે થાય છે આ જ કારણ છે કે સ્કૂલ બસનો રંગ પીળો છે કહેવાય છે કે, પીળો રંગનું વીઝન લાલ રંગ કરતા 1.24 ગણો વધારે છે. તેમજ દરેક સિઝનમાં પીળો રંગ સરળતાથી જોઈ શકાય છે પીળા રંગની વિશેષતા એ છે કે તે તમારું ધ્યાન આકર્ષિત કરે છે. ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં યલો સ્કૂલ બસો પ્રચલિત છે. પીળો રંગ અન્ય રંગો કરતાં વહેલો દેખાય છે.