યામી ઘણીવાર ઘણા મુદ્દાઓ પર વાત કરતી જોવા મળે છે. તાજેતરમાં, અભિનેત્રીએ નેપોટિઝ્મ જેવા મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. યામીને એક યુઝરે નેપોટિઝ્મ અંગે સવાલ કર્યો હતો આ દરમિયાન યામીએ કોઈને નિશાન બનાવ્યા વિના એક પ્રેક્ટિકલ વાત કહી. યામીએ કહ્યું કે જે વીતી ગયું તે વીતી ગયું, આપણે આજમાં જીવવું જોઈએ અભિનેત્રીએ વધુમાં કહ્યું કે આપણે આપણા કામ પર ધ્યાન આપવું જોઈએ યામીએ વધુમાં કહ્યું કે આપણે ઈન્ડસ્ટ્રીને આગળ લઈ જવાની છે, ટેલેન્ટને પ્રોત્સાહન આપવું છે પછી ભલે તે કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ પૃષ્ઠભૂમિનો હોય યામી પણ માને છે કે હવે ધીમે ધીમે ઘણું બદલાઈ રહ્યું છે. એવું જાણવા મળે છે કે યામીએ પોતાના કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી.