✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઓસ્ટ્રેલિયામાં આ ઈન્ડિયન ‘ખાટલા’ની કિંમત જાણીને લાગશે આંચકો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Oct 2017 09:27 AM (IST)
ઓસ્ટ્રેલિયામાં આ ઈન્ડિયન ‘ખાટલા’ની કિંમત જાણીને લાગશે આંચકો
1

ઓસ્ટ્રેલિયાઃ એક તરફ જ્યા ભારતીયો જૂની પરંપરાગત વસ્તુઓ ભૂલીને હાઈટેક ઉત્પાદનોની પાછળ દોડી રહ્યા છે, ત્યારે વિકાસશીલ દેશો ભારતની પરંપરાગત વસ્તુઓ અપનાવી રહ્યા છે. આ બાબતોમાં એક નવું નામ સામેલ થયું છે ભારતના પરંપરાગત ચાર પાયાના ખાટલાનું, જેનો ક્રેઝ ઓસ્ટ્રેલિયામાં જોવા મળી રહ્યો છે.

2

આ જાહેરાતને લઈને ટ્વિટર પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ જાહેરાત જોઈને લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. અમુક લોકો આ કિંમતને લઈને કોમેન્ટ કરી રહ્યા છે તો અમુક આની રમૂજી અંદાજમાં કોમેન્ટ પણ કરી રહ્યા છે.

3

જાહેરાતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ ખાટલો મજબૂત મોર્ગેજ અને ટેનન જોઈન્ટ્સ સાથે સુંદર મેપલ લાકડામાંથી બનાવવામાં આવ્યો છે. જાહેરાત પ્રમાણે, આ ખાટલો મનીલા દોરડાનો ઉપયોગ કરીને હાથથી ગુંથેલી પથારી છે અને દાવો કરવામાં આવ્યો છે કે આ 100 ટકા ઓસ્ટ્રેલિયામાં બનેલો છે.

4

આ વિગતવાર જાહેરાતમાં ઉત્પાદનને પરંપરાગત ભારતીય ડે-બેડ જણાવવામાં આવ્યું છે. એકદમ આરામદાયક હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. તેમાં ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે ખાટલાની લંબાઈ અને પહોળાઈ નક્કી કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

5

એટલા માટે નહીં કે અહીંયા ભારતીય ખાટલાની ડિમાન્ડ વધી રહી છે, પરંતુ તેની કિંમતને લઈને. જી હાં, અહીંયા ખાટલો 909 ડોલરમાં વેચાઈ રહ્યો છે, જે ભારતીય કરન્સીમાં અંદાજે 50 હજાર રૂપિયા છે.

6

ઓસ્ટ્રેલિયામાં શણના ગૂંથેલા દોરડા અને લાકડાની ફ્રેમ સાથે એક મૂળ ખાટલાને વેચવા બનાવવામાં આવેલી જાહેરાત ઘણી લોકપ્રિય થઈ રહી છે. ઓસ્ટ્રેલિયામાં આ જાહેરાતે ભારતીયના ટ્વિટર યુઝર્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

  • હોમ
  • દુનિયા
  • ઓસ્ટ્રેલિયામાં આ ઈન્ડિયન ‘ખાટલા’ની કિંમત જાણીને લાગશે આંચકો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.