અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની 15,0000 કરોડની સંપત્તિ UAEમાં જપ્ત: રિપોર્ટ્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Jan 2017 05:02 PM (IST)
1
ભારતે યુએઈને આપેલા આ લિસ્ટમાં ગોલ્ડ બોક્સનો પણ ઉલ્લેખ હતો, જે દાઉદના લોકો ચલાવે છે. આ ડોઝિયરમાં લખ્યું છે કે આ કંપની અનીસ ઈબ્રાહિમ ચલાવે છે, જે દાઉદનો ભાઈ છે. દુબઈ ઉપરાંત દાઉદની મોરોક્કો, સ્પેન, સિંગાપુર, થાઈલેંડ, તુર્કી અને ભારત, પાકિસ્તાન અને યુકેમાં પ્રોપર્ટી છે.
2
યુએઈ સરકારે હાલમાં જ વોન્ટેડ ક્રિમીનલ દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીની તપાસ હાથ ધરી હતી. પીએમ મોદી જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ સાથે યુએઈ અધિકારીઓને આ યાદી આપવામાં આવી હતી. ભારતીય સરકારે યુએઈને વિનંતી કરી હતી કે દાઉદ અને તેના સાગરીતોની ત્યાંની પ્રોપર્ટી અંગે તપાસ કરી સિઝ કરવી.
3
નવી દિલ્લી: મંગળવારે અહેવાલો છે કે યુએઈની સરકારે અંડરવર્લ્ડ ડોનની 15,000 કરોડની મિલકત જપ્ત કરી છે. મીડિયામાં અહેવાલો છે કે યુએઈમાં આવેલી હોટેલ અને મોટી કંપનીઓના શેર સિઝ કરવામાં આવ્યા છે.