✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાકિસ્તાનમાં 71 વર્ષમાં 29 વડાપ્રધાન, કોઈએ પાંચ વર્ષની ટર્મ નથી કરી પૂરી, જાણો કોણ સૌથી વધારે ટકેલું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2018 11:43 AM (IST)
1

પાકિસ્તાનમાં 4 વખત રાષ્ટ્રપતિએ અલગ-અલગ કારણોસર વડાપ્રધાનને પદભ્રષ્ટ કર્યા હતા. જ્યારે સુપ્રીમ કોર્ટના કારણે પણ 4 વખત આવું થયું હતું. 5 વખત ખુદ વડાપ્રધાને રાજીનામું આપી દીધું હતું તો 4 વખત સેનાએ સત્તા પલટો કરી શાસન તેના હાથમાં લીધું હતું. નવાઝ શરીફ પાકિસ્તાનમાં 4 વખત સત્તા સંભાળનારા એકમાત્ર પ્રધાનમંત્રી છે.

2

2008માં યુસુફ રઝા ગિલાનીએ વડાપ્રધાન પદ સંભાળ્યું અને 4 વર્ષ, 2 મહિના અને 2 દિવસ સુધી ટકી રહ્યા. જે પાકિસ્તાનના ઈતિહાસમાં વડાપ્રધાન તરીકેનો સૌથી વધારે લાંબો કાર્યકાળ છે. 2012માં રઝા પરવિઝ 9 મહિના, 2013માં મિર હઝર ખાન 2 મહિના, 2013માં ફરી નવાઝ શરીફે 4 વર્ષ અને 1 મહિનો વડાપ્રધાન પદે રહ્યા. 2017માં શાહીદ અબ્બાસી 9 મહિના અને 2018માં નસિરુલ મુલ્કે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.

3

1996માં મલિકા મેરાજ 3 મહિના, 1997માં નવાજ શરીફે 2 વર્ષ અને 7 મહિના, 2002માં ઝફરુલ્લાહ ખાન જમાલીએ 1 વર્ષ અને 7 મહિના વડાપ્રધાન પદે રહ્યા. 2004માં શુજાત હુસૈન માત્ર એક મહિના માટે જ વડાપ્રધાન પદ ટકાવી શક્યા. જે બાદ ફરી તે જ વર્ષ વડાપ્રધાન બનેલા શૌકત અઝીઝે 3 વર્ષ અને 2 મહિના કાર્યભાર સંભાળ્યો. 2007માં મુહમ્મદ મિયાંએ 4 મહિના વડાપ્રધાન પદ સંભાળ્યું.

4

1990માં ગુલામ મુસ્તફા જોતોઈ 3 મહિના વડાપ્રધાન પદે રહ્યા છે. ફરી એજ વર્ષે નવાઝ શરીફ પીએમ બન્યા અને 2 વર્ષ 5 મહિના શાસન કર્યું. 1993માં શેર મિઝારી 1 મહિનો, નવાઝ શરીફ 1 મહિનો અને માઈનુદ્દીન અહમદે 3 મહિના વડાપ્રધાન ભોગવ્યું. જે ફરી તે જ વર્ષે બેનઝીર ભુટ્ટો પીએ બન્યા અને 3 વર્ષ સુધી શાસન કર્યું.

5

1971માં નુરલ અમીન માત્ર 13 દિવસ સુધી જ વડાપ્રધાન પદે રહી શક્યા હતા. 1973માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 3 વર્ષ 10 મહિના સુધી વડાપ્રધાન પદે રહ્યા હતા. 1985 મોહમ્મદ ખાન ઝુનેજો 3 વર્ષને 2 મહિના, 1988માં બેનઝીર ભુટ્ટો 1 વર્ષ 8 મહિના સુધી પદ ટકાવી શક્યા હતા.

6

1957માં ઈબ્રાહીમ ઈસ્માઈલ ચુંદ્રીગર 2 મહિના જ સત્તા સંભાળી શક્યા હતા. ફરી તે જ વર્ષે ફિરોઝ ખાન નૂને 9 મહિના વડાપ્રધાનનો કાર્યભાર સંભાળ્યો હતો.1958માં અયૂબ ખાન પ્રધાનમંત્રી બન્યા. પરંતુ માત્ર 4 દિવસ સુધી જ વડાપ્રધાનનો હોદ્દો ભોગવી શક્યા. જે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ઓછા દિવસ સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ છે. જે પછી ત્યાં 1971 સુધી સૈન્યનું શાસન રહ્યું.

7

1947માં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલી ખાન બન્યા હતા. તેમણે સૌથી વધારે સમય 4 વર્ષ 2 મહિના સુધી શાસન કર્યું હતુ. જે પછી આવેલા 5 પ્રધાનમંત્રીમાંથી એક પણ 2.5 વર્ષ પદ પર ટકી શક્યા નહોતા. જે પછી 1951માં ખ્વાજા નિઝામુદ્દીન 2 વર્ષ, 1953માં મુહમ્મદ અલી બોગર 2 વર્ષ અને 3 મહિના, 1955માં ચૌધરી મુહમ્મદ અલી 13 મહિના, 1956માં હુસૈન શહીદ 13 મહિના શાસન કરી શક્યા હતા.

8

ઈસ્લામાબાદઃ આજે પાકિસ્તાન તેના વડાપ્રધાન અને સરકાર પસંદ કરશે. એક તરફ ત્યાં નવાજ શરીફ ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા છે તો હાલ વડાપ્રધાન બનવા અગ્રેસર ઈમરાન ખાન પર તેની પૂર્વ પત્નીએ ગંભીર આરોપો લગાવ્યા છે. પાકિસ્તાન તેની આઝાદીના 71 વર્ષના ઈતિહાસમાં કોઈ પણ વડાપ્રધાન પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.

  • હોમ
  • દુનિયા
  • પાકિસ્તાનમાં 71 વર્ષમાં 29 વડાપ્રધાન, કોઈએ પાંચ વર્ષની ટર્મ નથી કરી પૂરી, જાણો કોણ સૌથી વધારે ટકેલું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.