આ પાડોશી દેશમાં ફરવા જવાનું વિચારો છો તો થઈ જાવ સાવધાન, ભારતની ચલણી નોટો પર મૂક્યો પ્રતિબંધ
ભારતે જ્યારે 2016માં નોટબંધી લાગુ કર્યા બાદ નવા મૂલ્યની ચલણી નોટ ઈસ્યૂ કરી હતી ત્યારે નેપાળની સરકારે એ વિશે પોતાનો કોઈ નિર્ણય જાહેર કર્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પાડોશી દેશ નેપાળે ભારતીય ચલણ પર પ્રતિબંધ મુકી દીધો છે. બે વર્ષ પહેલા ભારત સરકારે દેશમાં નોટબંધી કરી હતી અને હવે નેપાળે 100 રૂપિયાથી વધારે મૂલ્યની ભારતીય નોટોના ચલણ પર પ્રતિબંધ મુકી દીધો છે. નેપાળની કેબિનેટે તાત્કાલીક અસરથી આ આદેશ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નિર્ણયની જાણકારી માહિતી પ્રધાન ગોકુલ બાસ્કોટાએ આપી છે.
ભારતમાંથી દર વર્ષે મધ્યમ અને ઓછી આવકવાળા અસંખ્ય લોકો નેપાળમાં ફરવા આવતા હોય છે. આ નવા નિર્ણયથી ભારતમાં કામ કરતા નેપાળી મજૂરો, કામદારો ઉપર પણ માઠી અસર પડશે.
છેલ્લા બે વર્ષથી 2000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયાની કરન્સી નોટનો છૂટથી ઉપયોગ થતો હતો, પણ હવે નવા નિર્ણયને કારણે આ નોટનો ઉપયોગ બંધ થઈ જશે અને એને કારણે ભારતમાંથી નેપાળમાં ફરવા આવતા પર્યટકોને માઠી અસર પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -