પાકિસ્તાની પ્રેગ્નેન્ટ સિંગરની જાહેરમાં ગોળી મારી કરાઈ હત્યા, હત્યાનું કારણ જાણીને નવાઈ લાગશે

જ્યારે સમીનાને ગોળી મારવામાં આવી ત્યારે ત્યાં ઘણાં લોકો હાજર હતા. તેની હત્યાનો વીડિયો 2 દિવસ પછી સામે આવ્યો હતો. આ કાર્યક્રમમાં એક માણસે સમીનાને ઉભા થઈને ગાવાનું કહ્યું હતું જોકે ત્યાં હાજર અન્ય લોકોએ પણ તેને ઉભા થઈને ગાવાનું કહ્યું હતું.
આ ઘટનાને લઈને પાકિસ્તાનનાં લોકોમાં નારાજગી છે. સિંધનાં ગૃહમંત્રી સુહૈલ અનવર સિયાલે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.
આ ઘટનામાં આરોપીને 2 નિર્દોષનાં જીવ લેવા માટે દોષી માનવામાં આવે છે. કેમકે સમીનાનાં પેટમાં રહેલું બાળક પણ ભોગ બન્યું હતું.
લોકોનાં વારંવારનાં અનુરોધ બાદ જ્યારે સમીના ઉભી થઈ ત્યારે તેને ગોળી મારવામાં આવી હતી. હત્યારાની ઓળખ તારિક અહમદ જતોઈનાં નામે થઇ છે. તે દારૂનાં નશામાં હતો તેણે સમીનાનાં માથામાં ગોળી મારી હતી.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવાર સાંજે બની હતી. એક સંગીત કાર્યક્રમમાં સમીના ખાતૂને પ્રસ્તુતિ આપવાની હતી. તેણે ઉભા થઈને ગાવાની વાત ફગાવી દીધી હતી. તે 6 મહીનાથી પ્રેગ્નેંટ હતી અને તેને ઉભા થઈને ગાવામાં સમસ્યા સર્જાતી હતી.
કોઇ પ્રેગ્નેંટ સિંગર ઉભા થઈને ગીત ગાવાની ના કહી દે તો શું તેની ભૂલ એટલી ભયંકર કહેવાય કે તેની હત્યા કરી દેવામાં આવે? પાકિસ્તાનમાં એક મહિલા સિંગરને ફક્ત આ કારણે મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. આ ઘટના સિંધ પ્રાંતનાં કાંગા ગામની છે અને 24 વર્ષની આ મહિલા સિંગરનું નામ સમીના ખાતૂન છે.