✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરીને માર્યો મોટો ફટકો, જાણો ક્યા સ્ટેટમાં જીત મેળવીને પ્રમુખપદની દિશામાં કરી આગેકૂચ ? જાણો કોને મળ્યા કેટલા મત ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Nov 2016 11:02 AM (IST)
1

અમેરિકામાં પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પની લીડને કારણ ગ્લોબલ બજારમાં ખળભળા મચી ગયો છે. વર્લ્ડ માર્કેટના શેરબજારોમાં રમખાણ મચી ગયું છે અને મોટા ભાગના સ્ટોક્સ ગગડી ગયા છે. બીજી તરફ ડોલરને કોઈ અસર નથી થઈ તે સૂચક છે.

2

ફ્લોરિડાના પરિણામ સાથે ટ્રમ્પે 244 ઇલેક્ટોરલ વોટ્સ અને હિલેરીએ 209 ઇલેક્ટોરલ વોટ્સ જીત્યા છે. અમેરિકાના પ્રેસિડન્ટ બનવા માટે ઉમેદવારને 270 ઇલેક્ટોરલ વોટ્સની જરૂર છે. અલબત્ત એક સ્ટેટ પણ પરિણામ બદલી શકે તે જોતાં છેક સુધી કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે.

3

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ છે અને લોકોની ધારણાથી વિરૂધ્ધ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટીનાં હિલેરી ક્લિન્ટનને હંફાવીને આગળ નિકળી રહ્યા છે. હિલેરી આસાનીથી જીતી જશે તેવી માન્યતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો ઘોડો વિનમાં છે.

4

ફ્લોરિડાનાં પરિણામ હિલેરી માટે આઘાતજનક છે કેમ કે છેલ્લી બંને ચૂંટણીમાં ફ્લોરિડામાં ડેમોક્રેટિક પાર્ટીનો વિજય થયો હતો. 2008 અને 2012ની ચૂંટણીમાં ફ્લોરિડાનાં લોકો બરાક ઓબામા સાથે રહ્યા હતા ને તેના કારણે બરાક ઓબામાની જીત સરળ બની હતી.

5

ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરી ક્લિન્ટનને સૌથી મોટો ફટકો ફ્લોરિડા સ્ટેટમાં માર્યો છે. ફ્લોરિડા સ્ટેટના કુલ 29 ઈલેક્ટોરલ વોટ છે અને ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં એક લાખ કરતાં વધારે મતની નિર્ણાયક સરસાઈ સાથે જીત મેળવીને 29 મત પોતાના ખિસ્સામાં નાખ્યા છે.

6

ન્યૂ મેક્સિકોમાં હિલેરીએ ટ્રમ્પને હરાવ્યા છે તો ટેક્સાસમાં ટ્રમ્પે હિલેરીની હાર આપી છે. 38 ઇલેક્ટોરલ વોટવાળા રાજ્ય ટેક્સાસમાં ટ્રમ્પની જીત થઈ છે. ફ્લોરિડા ડોનાલ્ડ ટ્રમ્પે જીત્યું છે. બીજી તરફ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રિપબ્લિકન્સે ફરી બહુમતી મળી છે.

7

આ મતગણતરીમાં સૌથી વધુ (55) ઇલેક્ટોરલ સીટ ધરાવતા કેલિફોર્નિયામાં હિલેરી ક્લિન્ટનની જીત થઈ છે જ્યારે અત્યંત મહત્વના ફ્લોરિડા સ્ટેટમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઈ છે. હિલેરી ક્લિન્ટનની વર્જિનિયામાં જીત થઈ છે તો ડોનાલ્ડ ટ્રમ્પનો અગત્યના સ્ટેટ ઓહાયોમાં વિજય થયો છે.

  • હોમ
  • દુનિયા
  • ડોનાલ્ડ ટ્રમ્પે હિલેરીને માર્યો મોટો ફટકો, જાણો ક્યા સ્ટેટમાં જીત મેળવીને પ્રમુખપદની દિશામાં કરી આગેકૂચ ? જાણો કોને મળ્યા કેટલા મત ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.