મુંબઇઃ રાતોરાત સ્ટાર બની ગયેલી રાનૂ મંડલ પર ફેન્સ ભડક્યા છે, ટ્વીટર પર ફેન્સનો જબરદસ્ત ગુસ્સો રાનૂ મંડલ પર દેખાઇ રહ્યો છે. આ ગુસ્સો રાનૂના એટીટ્યૂડને લઇને ઉભો થયો છે. ખરેખરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાનૂ મંડલ એક ફેન સાથે ખરાબ એટીટ્યૂડથી વાત કરી રહી છે.

વાયરલ થયેલા વીડિયોમાં રાનૂ મંડલ એક શૉપિંગ મૉલમાં દેખાઇ રહી છે, ત્યાં ખરીદી કરવા એક ફેન પણ આવી છે, આ મહિલા ફેને જ્યારે રાનૂ મંડલને જોઇ અને તેની સાથે સેલ્ફી લેવા માટે વાત કરી તો રાનૂએ પોતાનો એટીટ્યૂડ બતાવ્યો હતો. રાનૂએ ફેન્સ સાથે ખરાબ વર્તન કરીને સેલ્ફી લેવાની ચોખ્ખી ના પાડી દીધી અને ભડકી હતી. આ વીડિયો વાયરલ થતાં જ સોશ્યલ મીડિયામાં રાનૂ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો હતો.



લોકોએ રાનૂને ટ્રૉલ કરતાં કહ્યું કે, હવે તેવર બદલાઇ ગયા. વળી કોઇએ રાનૂના એટીટ્યૂડને લઇને નિશાન તાક્યુ હતુ.


લોકો કહી રહ્યાં છે કે જ્યારે રેલવે સ્ટેશન પર ગીત ગાતી હતી ત્યારે વીડિયોને અમે સમર્થન કર્યુ હતુ, હવે અમારા જેવા ફેનની સામે જ એટીટ્યૂડ બતાવી રહી છે. આવો વ્યવહાર યોગ્ય નથી.


નોંધનીય છે કે, રાનૂ મંડલ રેલવે સ્ટેશન પર લતા મંગેશકરનુ ગીત ગાઇને રાતોરાત સ્ટાર બની ગઇ, હિમેશ રેશમિયાએ તેની ફિલ્મ હેપી હાર્ડી એન્ડ હીરમાં ગીત ગાવા માટે ચાન્સ આપ્યો હતો. હવે રાનૂ મંડલ એક સેલિબ્રિટી બની ગઇ છે.